Search This Website

Thursday 14 September 2023

લીમડાનાં પાન ખાવાથી ડાયાબિટીસ રહે છે કંટ્રોલમાં:કાળી મરી સાથે તુલસી-બીલા ખાવાથી પણ થાય છે ફાયદો, અશ્વગંધા-મીઠા લીમડાનાં પાન પણ છે રામબાણ ઈલાજ

 

લીમડાનાં પાન ખાવાથી ડાયાબિટીસ રહે છે કંટ્રોલમાં:કાળી મરી સાથે તુલસી-બીલા ખાવાથી પણ થાય છે ફાયદો, અશ્વગંધા-મીઠા લીમડાનાં પાન પણ છે રામબાણ ઈલાજ


વિશ્વભરમાં લગભગ 42.2 કરોડ લોકો ડાયાબિટીસથી પીડિત છે. જે પૈકી મોટાભાગના લોકો ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં રહે છે. ઉપરાંત દર વર્ષે 15 લાખ લોકો ડાયાબિટીસને કારણે મૃત્યુ પામે છે. આ આંકડો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)નો છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં ડાયાબિટીસના કેસોની સંખ્યા અને વ્યાપ બંનેમાં સતત વધારો થયો છે.

યુવાનીમાં ડાયાબિટીસનું જોખમ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 'ભારતમાં 18 વર્ષથી વધુ ઉંમરના 7.7 કરોડ લોકો ટાઈપ-2 ડાયાબિટીસથી પીડિત છે. જ્યારે, 25 લાખ લોકોને ડાયાબિટીસ હોવાની શંકા છે.'

બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે દવા અને ડૉક્ટર ઉપરાંત હેલ્ધી ડાયટ ખૂબ જ જરૂરી છે. પ્રકૃતિમાં આવાં ઘણાં લીલાં પાંદડાં છે, જેને ખાવાથી બ્લડ સુગરને કંટ્રોલ કરી શકાય છે.

અશ્વગંધા: પાંદડાનો અર્ક તરીકે ઉપયોગ કરી શકાય છે
અશ્વગંધાનાં પાન એ આયુર્વેદિક દવામાં વપરાતી સૌથી વધુ ઔષધિ છે. આયુર્વેદ નિષ્ણાતોનો દાવો છે કે 'અશ્વગંધા ડાયાબિટીસ માટે અત્યંત ફાયદાકારક છે. ખાસ કરીને ટાઇપ-2 ડાયાબિટીસ ધરાવતા લોકો માટે આ એક રામબાણ ઉપાય છે. તેનો ઉપયોગ મૂળ અને પાંદડાના અર્કના સ્વરૂપમાં કરી શકાય છે. અશ્વગંધા વધુ ઇન્સ્યુલિન હોર્મોનને રિલીઝ કરવામાં મદદ કરે છે અને સ્નાયુ કોષોમાં ઇન્સ્યુલિન સંવેદનશીલતા સુધારે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.' બનારસ કાશી રસશાળાના વૈદ્ય શશિકાંત દીક્ષિત કહે છે કે 'અશ્વગંધા નર્વસ સિસ્ટમ અને મેટાબોલિઝમને સક્રિય કરે છે, જેના કારણે બ્લડ સુગર પણ કંટ્રોલમાં રહે છે.'

મીઠા લીમડાનાં પાન : ભરપૂર ફાઇબર હોવાને કારણે ઇન્સ્યુલિન એક્ટિવ કરે
દક્ષિણ ભારતીય રસોઈમાં મીઠા લીમડાનાં પાનનો વ્યાપક ઉપયોગ થાય છે. મીઠા લીમડાના પાનમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. તેમાં ફાઇબર હોવાને કારણે તે પાચન દર ઘટાડે છે, તેથી તે ઝડપથી મેટાબોલિઝ્મ કરતું નથી. તેના હાઇપો-ગ્લાયકેમિક ગુણધર્મોને લીધે તે ઇન્સ્યુલિનની પ્રવૃત્તિને વધારે છે. જેના કારણે બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. મીઠા લીમડાનાં પાનમાં રહેલી ફાઇબર સામગ્રી કાર્બોહાઇડ્રેટ્સને ગ્લુકોઝમાં તોડવાની પ્રક્રિયાને ધીમી કરે છે, જે બ્લડ સુગરને પણ કંટ્રોલમાં રાખે છે. ફાઈબર ઉપરાંત મીઠા લીમડાના પાનમાં પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, મલ્ટિ ​​​​ વિટામિન્સ અને ફ્લેવોનોઈડ્સ પણ હોય છે.


App tracks your blood glucose, weight, blood pressure and A1C.


Blood sugar levels and concentration of glucose in the blood are usually measured in mg/dL and mmol/L.


Controlling blood sugar levels is critical to maintaining a healthy lifestyle for individuals with diabetes. Diabetes Diary - Blood Glucose Tracker makes it easy to track glucose readings.


Blood Sugar: is very useful for who often checks their blood sugar / glucose levels and offers an easy way of logging your blood sugar readings in one place and track it.

Blood Pressure : Blood pressure (BP) is the pressure of circulating blood on the walls of blood vessels. Blood pressure is usually expressed in terms of the systolic pressure (maximum during one heart beat) over diastolic pressure (minimum in between two heart beats) 

Weight: Log your weight everyday.

A1C: The A1C test is a blood test that provides information about your average levels of blood glucose, also called blood sugar, over the past 3 months. (A1c or eAg)


App Features :

- Blood Glucose statistics for week, month and 3 months including all events. 

- Daily reminders get a notification at times you specify every day.

- All Statistics (averages per day, per week, per month, all time)

- Tags (useful to keep track of reactions to exercise, types of food, etc.)

- US Standard or International Standard units (mg/DL or mmol/L)

- Use and set different Blood glucose level units - mg/DL or mmol/L

- Settings for track on/off events throughout app

- PDF Reporting features

મેથીનાં પાન: ખાલી પેટમાં ગેસ બનતા અટકાવે છે અને ગ્લુકોઝ લેવલ જાળવી રાખે છે
મેથીનાં પાન પણ આયુર્વેદિક ગુણોથી ભરપૂર હોય છે, તેથી તેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે તેના પાંદડા અથવા બીજનું સેવન કરો છો, તો તે બ્લડ સુગર લેવલને ઘટાડવામાં ઘણી હદ સુધી મદદ કરે છે. તે ગ્લુકોઝ ટોલરેંસમાં પણ મદદ કરે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, મેથીમાં કેટલાક એન્ટિ-ડાયાબિટીક ગુણધર્મો છે, જેમ કે ઇન્સ્યુલિનની સંવેદનશીલતામાં સુધારો કરવો, ખાલી પેટ પર ગેસની રચના અટકાવવી અને લોહીમાં ગ્લુકોઝને ભળવાથી રોકે છે.

લીમડાનાં પાન : કડવાશમાં આરોગ્યની મીઠાશ હોય છે
લીમડાનાં પાન ભલે કડવા હોય પરંતુ તે સ્વાસ્થ્ય માટે મીઠાશ ભરેલાં છે. તેના પાનથી લઈને મૂળ સુધી તેનો ઉપયોગ સ્વસ્થ ઔષધિઓમાં થાય છે. લીમડાનાં પાનનો ઉપયોગ બળતરા, ચામડીના રોગો, દાંતની સમસ્યાઓ, તાવ સહિત અનેક વિવિધ રોગોવાળા દર્દીઓની સારવાર માટે થાય છે. લીમડાનાં પાનનું નિયમિત સેવન કરવાથી તમારા બ્લડ સુગરનું પ્રમાણ ઘટી શકે છે. તે બ્લડ પ્રેશર, હાયપરટેન્શન અને ઉચ્ચ કોલેસ્ટ્રોલ લેવલવાળા લોકો માટે પણ સારું છે.

ઈન્ડિયન જર્નલ ઓફ ફિઝિયોલોજી એન્ડ ફાર્માકોલોજીમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ લીમડો બ્લડ સુગરના લેવલને ઘટાડવામાં મદદ કરી શકે છે. લીમડો રક્તશુદ્ધિકરે છે અને તેમાં વિટામિન બી, એ અને સી જેવા આવશ્યક પોષક તત્ત્વો હોય છે. તેમાં કેલ્શિયમ, આયર્ન અને ફ્લેવોનોઈડ્સ પણ ભરપૂર માત્રામાં હોય છે.

કેરીનાં પાનઃ ફળ ખાવા સ્વાસ્થ્ય માટે સારું નથી, પાંદડા ફાયદાકારક છે
સામાન્ય ફળ તરીકે કેરી ડાયાબિટીસના દર્દીઓ માટે હિતાવહ માનવામા આવતી નથી. પરંતુ તેના પાન તેમના માટે ફાયદાકારક છે. કેરીના પાનમાં પેક્ટીન, વિટામિન-સી અને ફાઈબર ભરપૂર માત્રામાં મળી આવે છે. જે હાઈ બ્લડ શુગર તેમજ હાઈ કોલેસ્ટ્રોલ ધરાવતા લોકોને ફાયદો કરે છે. ટ્રાઇગ્લિસરાઇડ, શરીરમાં જોવા મળતી સૌથી સામાન્ય ચરબીનો પ્રકાર, ટાઇપ-2 ડાયાબિટીસ સાથે સંકળાયેલ છે. આ કારણે આંબાના પાંદડાના અર્કનો ઉપયોગ ટ્રાઇગ્લિસેરાઇડ અને બ્લડ સુગરના સ્તરને ઘટાડવા માટે કરી શકાય છે.

લીમડો, બીલા, તુલસીની થાય છે અસર
શશિકાંત દીક્ષિત કહે છે કે 'લીમડો, તુલસી અને બીલાના પાનને કાળા મરી સાથે પીસીને પીવાથી આરામ મળે છે. તેમજ મેથીના દાણાને શેકીને તેનો પાવડર બનાવી લો. સવાર-સાંજ એક-એક ચમચી લેવાથી ફાયદો થાય છે. જો કે, આ બધી વસ્તુઓ ડાયાબિટીસને મટાડી શકતી નથી, પરંતુ તે ચોક્કસપણે ડાયાબિટીસની માત્રા ઘટાડે છે. ડાયાબિટીસના દર્દી માટે આહાર સૌથી મહત્વપૂર્ણ છે. આ બધાની પરેજી પાળવાથી ઇન્સ્યુલિન પર આધાર રાખવાની જરૂર રહેતી નથી

No comments:

Post a Comment